નાની મદદ – મોટી ખુશી
કૃપા કરીને ગ્રુપમાં જોડાતા અને દાન આપતા પહેલા નીચે આપેલા નિયમો અને શરતો ધ્યાનથી વાંચો.
1. આ ગ્રુપનો મુખ્ય હેતુ વિધવા બહેનો, યતીમ બાળકો અને ગરીબ જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવાનો છે.
2. ગ્રુપના દરેક સભ્યએ પોતાની ક્ષમતા મુજબ દર મહિને ઓછામાં ઓછા ₹100 / ₹200 જેટલી મદદ (દાન) કરવી જરૂરી રહેશે.
3. આપેલ દાન સ્વૈચ્છિક (Voluntary) હશે.
4. ભેગી થયેલી રકમથી રાશન કીટ અથવા જરૂરી મદદ તૈયાર કરીને જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવામાં આવશે.
5. તમામ દાનની માહિતી અને ઉપયોગ અંગે શક્ય હોય તેટલી પારદર્શિતા રાખવામાં આવશે.
6. કોઈપણ સભ્ય દ્વારા ગ્રુપમાં ખોટી માહિતી ફેલાવવી, વિવાદ ઉભો કરવો અથવા અયોગ્ય વર્તન કરવું પ્રતિબંધિત છે.
7. જો કોઈ સભ્ય નિયમોનું ઉલ્લંઘન કરશે તો એડમિનને તેને ગ્રુપમાંથી દૂર કરવાનો અધિકાર રહેશે.
8. આ ગ્રુપ માત્ર મદદ અને સવાબના કામ માટે બનાવવામાં આવ્યો છે, તેનો કોઈપણ વ્યાપારી અથવા વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કરવો માન્ય નહીં હોય.
9. જરૂરી પરિસ્થિતિઓમાં એડમિન દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવી શકે છે.
10. ગ્રુપમાં જોડાઈને અને દાન આપીને તમે ઉપરોક્ત તમામ નિયમો અને શરતો સ્વીકારો છો.